Thursday, September 15, 2011

દહિ ખાઈ પરીક્શા આપવા જવા નો રીવાજ




વર્શો પેહલા ની વાત છે જ્યારે પેપસીકો ની મુખીયા ઇન્દ્રા નુયી હતી, અને ભારત દેશ એમના માટે ત્રીજો સોથી મહત્વ નો ગ્રાહક હતો.
લોકો ને આ જમાના માઁ પેપ્સી પી ને જ પરીક્શા આપવા જતા હતા પરઁતુ પેપ્સી ની એડવર્ટાઇઝ ની મસ્તી થી
અને પેપર લખતા આવતા ઓડકાર થી તેમનુ પેપર બગડતુ હતુ.
એક છોકરો જેનુ નામ દુરસિઁગ હતુ જે દુર નગર નો નીવાસી હતો અને આ નગર એટલુ દુર હતુ કે દુર ને પણ થાય  કે આટલુ બધુ દુર ???? (રીપીટ જોક ).  એ એક વખત પેપર પેહલા મસ્તી કરતો હતો એની મમ્મી એ કિધુ આ લે ખા દહિ, અને બહુ મસ્તી નહિ,  ત્યારથી જ્યારે પણ દુરસિગ પેપર આપવા જતો દહિ ખાતો એની મસ્તી ઓછી થઇ ગઇ અને માર્ક્સ વધી ગયા....
ત્યારથી પેપ્સી ની જગ્યાએ દહિ ખાઈ પરીક્શા આપવા જવા નો રીવાજ અસતિત્વમાઁ આવ્યો....

Saturday, September 10, 2011

કાજળનુ ટપકુ કરવા નો રીવાજ


વર્ષો પેહલા ની વાત છે એક ડાકણ હતી એ જેની તરફ જુવે એ તરત બરબાદ થઇ જતુ એક આનટી જેમને થોડુ ઓછુ દેખાતુ હતુ, અને સ્ટાઇલ મારવા કોનટેકટ લેનસ પેહરતા હતા..
એ ડાકણ ના ઘર બાજુ થી પસાર થતા હતા રસ્તા મા ઠેસ વાગતા એમનો લેનસ પડિ ગયો, ડાકણ ઘર ની બહાર આવિ, આનટી લેનસ લગાવા ગયા તો લેનસ કપાળ પર લાગી ગયો..
ડાકણ એ આનટી સામુ જોયુ તો કોનટેકટ લેનસ માઁ થી ડાકણ ની નજર રીવર્સ થઇ ને ડાકણ ને પાછિ અથડાઇ અને ડાકણ મરી ગઇ ત્યારથી લોકો કપાળે કોનટેકટ લેનસ સાઇઝ નુ કાળુ ટપકુ કરે છે કે બુરી નજરથી બચિશકાય......
બુરી નજ્રર વાલે તેરા મુહ કાલા
હોર્ન પ્લીઝ ટાટા બાય બાય ઓકે

સાવરણી ઉભી મુકવાથી અને ચઁપલ ઉધા મુકવાથી



દર વખત ની જેમ આ વખતે પણ દુર એક ગામ હતુ જયા બુટ ચઁપલ સાવરણી વગેરે નિ દુકાનો નહતી અને ફેરીયા પણ વેચવા આવતા નહતા ત્યા એક પતિ પત્ની રેહતા હતા પત્ની ચઁપલ ઘસાઇ ના જાય અને સાવરણી પણ લાબી ચાલે એટલે સાવરણી ઉભી મુકતી હતિ અને ચઁપલ ઉધા મુકતી હતી જેથી ઘસાઇ ના જાય એ ઘર માઁ એક ઉદર હતો એ સાવરણી અને ચઁપલ બન્ને કાતરી ગયો અને પતિ પત્ની માઁ આ બાબતે ઝઘડો થયો ધીમે ધીમે વાત ગામ માઁ પ્રસરતી ગઇ કે સાવરણી અને ચઁપલ ના લીધે ઘરમાઁ ઝઘડૉ થયો અને વાત બદલાઇ ગઇ કે ચઁપલ ઉધા મુકવા અને સાવરણી ઉભી મુક્વાથી ઝઘડૉ થયો.
ત્યારથી આ માન્યતા અસ્તિત્વ માઁ આવિ

મરચા અને લીમ્બુ


વર્શો પેહલા એક મેટ્રો સિટિ હતુ જેમા મેટ્રો ટ્રેન ધમધમતી હતિ રોજ સવારે નોકરીયાત લોકો આ મેટ્રો ટ્રેન માઁ જતા હતા ગરમી અને દોડા દોડિ માઁ ડિહાઇડ્રેશન ના થાય એટલે એ લોકો રોજ સવારે લીબુ નુ શરબત પી ને જતા હતા રોજ ઘરમાઁ લીબુ શોધવા પડે એના કરતા એ લોકો દરવાજે જ લીબુ લટકાઇ ને રાખતા હતા પણ લીબુ પર કિડિઓ થવા માડતી હતિ કિડિઓ ના ત્રાસ થી લીબુ ને બચાવવા તેઓ તેની સાથે મરચા લટકાવતા જેથી લીબુ ને કિડિઓ થી રક્શણ મળે.
આમ એવિ માનયતા પ્રસરતિ ગઇ કે લીબુ મરચા લટકાવવાથી રક્શણ મળે...

૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને wish કરવા



વર્ષો પેહલાની એક વાત છે એક છોકરો હતો એને એવુ લાગતુ હતુ કે સ્પ્રાઇટ બુઝાયે ઓનલી પ્યાસ બાકિ ઓલ બકવાસ એ સ્પારાઇટ જેવા ઠઁડા પિણા પિવા માઁ અને રખડપટ્ટિ માઁ થી ઉચો નહતો આવતો ..હવે ધોરણ – 10 નિ પરિક્શા આવિ એને એણે વિચાર્યુ કે કાપલી કરવા અને નાનિ મિનિ ઝેરોક્સ કઢાવવા પછિ પેપર માઁ ચોટાડવા પૈસા તો જોઇશે એટલે એણે સગા વહાલા ના ત્યા પરિકશા પેહલા પગે લાગવા ગયો અને આશિરવાદ માઁ રુપિયા ભેગા કર્યા જ્યા પગે લાગવા જાય ત્યા કે કઇક ઠઁડુ તો પિવડાવો એમ કરી ને કોલડ્રિક પણ પિ આવ્યો અને પરિકશામાઁ કાપલિ કરીને પાસ થઇ ગયો...
એ છોકરો 12 માઁ ધોરણ માઁ આયો આ વખતે બધા સગા વહાલા કે આપડે જ એને આશિરવાદ આપિ આઇએ ગઇ વખતે આપડા ઘેર આયો તો બહુ ખર્ચો કરાયો તો એટલે બધા એના ઘેર ગયા પૈસા આપ્યા છોકરા એ મમ્મિ ને કિધુ આ લોકો આયા છે કઇક ઠઁડુ તો મઁગાવો ? આવિ રીતે એ ફરી પાસ થઇ ગયો અને આ રીવાજ એક કુટુબ માઁ થી બિજા કુટુબ માઁ પ્રસરતો ગયો

સુપરહીરો

બહુ નાનો હતો ત્યારે દુરદર્શન(હેં? એ શું છે?) પર સવારે હિ-મેન આવતું હતું. ખાસ કંઈ યાદ નથી પણ એવી ખબર પડતી હતી કે હિ-મેન બધા ગુંડાઓને મારી શકે, પછી લગભગ ૭મા કે ૮મા ધોરણમાં આવ્યો ત્યારે દુરદર્શન પર શક્તિમાન આવતું હતું (હા, એ જ “સોરી શક્તિમાન” વાળું). એમાં આપણા ભારતીય સુપરહીરો શક્તિમાન વેંકટેશ પ્રસાદની જેમ આંગળી ઉંચી કરીને જે ચકરડી ખાતા, જે ચકરડી ખાતા, કે કોઈ ‘અંધેરા’ને કાયમ નહોતા રહેવા દેતા. કોલેજમાં આવ્યા પછી સ્પાયડરમેન અને બેટમેનને ફિલ્મોમાં જોયા, એ બંનેના પણ અલગ અલગ સુપર-પાવર હતા. આવા બહુ બધા સુપરહીરો હશે, પણ આજે એક એવા સુપરહીરોની વાત કરવી છે કે જેમની સાથે નાનપણથી રહ્યો છું અને એમના સુપરપાવરો (ફોટોનું બહુવચન ફોટાઓ હોય એમ)નો ભરપુર લાભ લીધો છે અને લેવાનું ચાલુ છે…. પપ્પા.
હું નાનો હતો ત્યારે કોઈ વખત સ્કુલની કોઈ નોટ ખોવાઈ જતી. નાની મારી આંખ ગમ્મે એટલું કાંક કાંક જુએ પણ કંઈ મેળ નહોતો પડતો, પણ અજબ જેવી વાત એવી હતી કે પપ્પા એમના સુપરપાવરથી ક્યાંકથી પણ શોધી આપતા.  હું પહેલા-બીજા ધોરણમાં હતો ત્યારે પતંગ ચગાવવાની ઈચ્છા બહુ થતી, પણ આવડતું નહિ. અગાસીના એક છેડેથી બીજા છેડે દોરો પકડીને દોડતો અને એટલામાં જેટલો ટાઈમ પતંગ હવામાં રહે એ મારા માટે “પતંગ ચગાવી” એવું લાગતું , અને પપ્પા એક જ જગ્યાએ ઉભા ઉભા ચગાવી દેતા. રસોડામાં કોઈ બરણીનું ઢાંકણું ના ખુલતું હોય, મમ્મી અને હું મથ્યા પછી પપ્પા ને બોલાવતા, અને એ એમના સુપરપાવરથી ખોલી દેતા. પપ્પા સૌથી શક્તિશાળી  અને સૌથી બુદ્ધિશાળી છે એવું જોઈને જ  હું મોટો થયો.
આ તો બધી નાની નાની વાતો હતી, પણ હંમેશા એમણે મને મજબુત બનતા અને positive રહેતા શીખવાડ્યું છે. મને પોતાની ક્ષમતા પર જેટલો વિશ્વાસ ન હોય એના કરતા વધારે વિશ્વાસ મારી પર રાખ્યો છે. મારી નાનામાં નાની ઉપલબ્ધીઓને વખાણી છે. મારી દરેક સિદ્ધિ (છોકરીનું નામ ન સમજવું) માટે ગર્વ અનુભવ્યો છે, એ એમણે દર વખતે મને કીધું ન હોય તો પણ એ એમના મિત્રો સાથે જ્યારે પણ મારા વિષે કંઈક વાત કરે એ પરથી સ્પષ્ટ છલકી આવતું.
ટૂંકમાં, ખોવાઈ ગયેલી નોટ હોય કે ખોવાઈ ગયેલો આત્મવિશ્વાસ, ઉતરાયણમાં દોરાના ગૂંચવાડા હોય કે જીવનમાં ઘટનાઓના ગૂંચવાડા, દર વખતે સુપરહીરોની માફક દરેક મુસીબતોમાં થી ઉગાર્યો છે અથવા ઉગરતા શીખવાડ્યું છે.

Friday, September 9, 2011

Jokes


  • હારી ગયોનેતા: હું ચૂંટણી હારી ગયો. પત્ની: બહુ ખરાબ થયું. નેતા: અરે, સારું થયું કે હું હારી ગયો, કેમકે મને તો યાદ જ ન હતું કે મેં કોને ક્યાં ક્યાં વચનો આપ્યાં હતાં.

  • વહેમ છેટીચર: ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળનું એક ઉદાહરણ હું આપું છું, બીજું તમે આપજો. વિદ્યાર્થી: ઠીક છે મેમ ટીચર: હું સુંદર હતી, સુંદર છું અને સુંદર રહીશ. વિદ્યાર્થી: તે વહેમ હતો, વહેમ છે અને વહેમ રહેશે.
      

  • સોનાના દાંતએક માણસે પોલીસને કહ્યું: થોડીવાર પહેલાં મારી ઘડીયાળ,મોબાઇલ, બધું જ ચોરાઇ ગયું. પોલીસ: તો તમે બૂમરાડ કેમ ન મચાવી માણસ: જો હું બૂમરાડ મચાવત તો મારા સોનાના દાંત દેખાઇ જાત.
      

  • સાચો પ્રેમપ્રેમી: મારી આંખોમાં જો, તને શું દેખાય છે? પ્રેમિકા: સાચો પ્રેમ! પ્રેમી: અરે, સાચા પ્રેમવાળી, મારી આંખમાં કંઇ પડ્યું છે જલદી બહાર કાઢ. મોબાઇલ નંબર પ્રેમિકાએ તેના મોબાઇલમાં પોતાનો નંબર કયા નામે સેવ કર્યો છે એ જોવા પ્રેમીએ મિસ કોલ કર્યો. સ્ક્રીન પર નામ આવ્યું બકરા નંબર ૫.
      

  • સ્ક્રીન સેવર હતુંએક સોફ્ટવેર પ્રોગ્રામર મૃત્યુ પામ્યા પછી યમરાજે કહ્યું, કમૉના આધારે તને સ્વર્ગ અને નરકમાંથી એક પસંદ કરવાની તક આપવામાં આવે છે. તેણે બંને જગ્યા જોવાની શરત મૂકી. નરકમાં અપ્સરા નાચી રહી હતી, સૂરાની નદીઓ વહી રહી હતી. જ્યારે સ્વર્ગમાં લોકો આરામથી બેઠા હતા. ત્યાં સૂરા કે અપ્સરા બેમાંથી કોઇ નહોતું. તેથી સોફ્ટવેર પ્રોગ્રામરે નરકમાં જવાનો નિર્ણય લીધો....

  • જરા જલદી આવજેએક શેઠે જ્યારે હોટલ છોડી ત્યારે એમની છત્રી રૂમમાં જ ભૂલી ગયા. છત્રી યાદ આવતા તેઓ હોટલમાં પરત ફર્યા અને વેઇટરને કહ્યું-‘જરા ૨૦૦ નંબરના રૂમમાં જઇને જોને, મારી છત્રી ત્યાં તો રહી નથી ગઇને? અને હા, જરા જલદી આવજે મારે મોડું થાય છે.’ વેઇટર દોડતો ગયો અને દોડતો આવ્યો. તેણે હાફતાં હાફતાં કહ્યું, ‘હા, સાહેબ તમારી છત્રી ૨૦૦ નંબરની રૂમમાં જ પડી છે.’

  • ઈશ્વરને દોષપત્ની- તમે આજ સુધી જિંદગીમાં કર્યું જ શું છે? પતિ - મેં મારું જીવન જાતે બનાવ્યું છે. પત્ની-લો, અત્યાર સુધી હું ઈશ્વરને દોષ આપતી હતી.


  •  હું બલ્બ છુંડોક્ટર : (ગાંડાને) તમે છત પર કેમ લટકી રહ્યા છો? ગાંડો : હું બલ્બ છું. ડા¸કટર : તો પછી તમે ચાલુ કેમ નથી થઈ રહ્યા? ગાંડો : બેવકૂફ, આ ભારત છે, અહીંયા કેટલી વીજળી મળે છે, જાણતા નથી ?


  • ડરવાનું નહીંપત્ની: જ્યારે તમે સ્પીડમાં કાર ચલાવીને ટર્નિંગ પર વળાંક લો છો, ત્યારે મને અકસ્માતનો ડર લાગે છે. પતિ: અરે ગાંડી! એમાં ડરવાનું નહીં. ટર્નિંગ પર તારે પણ મારી જેમ ચૂપચાપ આંખો બંધ કરી દેવાની.

  • પેટ્રોલએક સૂમસામ રસ્તા પર કાર અચાનક અટકી ગઇ. યુવાને પોતાની પાસે બેઠેલી સુંદર યુવતી સામે તોફાની દ્રષ્ટિએ જોયું અને હસીને ઉમેર્યું ‘પેટ્રોલ પતી ગયું.’ યુવતીએ પાછળની સીટમાં મૂકેલ પોતાની બેગમાંથી એક બોટલ કાઢતાં કહ્યું,‘મને ખબર હતી, તું આમ જ કહીશ.’ યુવક: અરે, આ બોટલમાં શું છે? કોફી કે જ્યૂસ? યુવતી: પેટ્રોલ.