Friday, September 9, 2011

Jokes


  • હારી ગયોનેતા: હું ચૂંટણી હારી ગયો. પત્ની: બહુ ખરાબ થયું. નેતા: અરે, સારું થયું કે હું હારી ગયો, કેમકે મને તો યાદ જ ન હતું કે મેં કોને ક્યાં ક્યાં વચનો આપ્યાં હતાં.

  • વહેમ છેટીચર: ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળનું એક ઉદાહરણ હું આપું છું, બીજું તમે આપજો. વિદ્યાર્થી: ઠીક છે મેમ ટીચર: હું સુંદર હતી, સુંદર છું અને સુંદર રહીશ. વિદ્યાર્થી: તે વહેમ હતો, વહેમ છે અને વહેમ રહેશે.
      

  • સોનાના દાંતએક માણસે પોલીસને કહ્યું: થોડીવાર પહેલાં મારી ઘડીયાળ,મોબાઇલ, બધું જ ચોરાઇ ગયું. પોલીસ: તો તમે બૂમરાડ કેમ ન મચાવી માણસ: જો હું બૂમરાડ મચાવત તો મારા સોનાના દાંત દેખાઇ જાત.
      

  • સાચો પ્રેમપ્રેમી: મારી આંખોમાં જો, તને શું દેખાય છે? પ્રેમિકા: સાચો પ્રેમ! પ્રેમી: અરે, સાચા પ્રેમવાળી, મારી આંખમાં કંઇ પડ્યું છે જલદી બહાર કાઢ. મોબાઇલ નંબર પ્રેમિકાએ તેના મોબાઇલમાં પોતાનો નંબર કયા નામે સેવ કર્યો છે એ જોવા પ્રેમીએ મિસ કોલ કર્યો. સ્ક્રીન પર નામ આવ્યું બકરા નંબર ૫.
      

  • સ્ક્રીન સેવર હતુંએક સોફ્ટવેર પ્રોગ્રામર મૃત્યુ પામ્યા પછી યમરાજે કહ્યું, કમૉના આધારે તને સ્વર્ગ અને નરકમાંથી એક પસંદ કરવાની તક આપવામાં આવે છે. તેણે બંને જગ્યા જોવાની શરત મૂકી. નરકમાં અપ્સરા નાચી રહી હતી, સૂરાની નદીઓ વહી રહી હતી. જ્યારે સ્વર્ગમાં લોકો આરામથી બેઠા હતા. ત્યાં સૂરા કે અપ્સરા બેમાંથી કોઇ નહોતું. તેથી સોફ્ટવેર પ્રોગ્રામરે નરકમાં જવાનો નિર્ણય લીધો....

  • જરા જલદી આવજેએક શેઠે જ્યારે હોટલ છોડી ત્યારે એમની છત્રી રૂમમાં જ ભૂલી ગયા. છત્રી યાદ આવતા તેઓ હોટલમાં પરત ફર્યા અને વેઇટરને કહ્યું-‘જરા ૨૦૦ નંબરના રૂમમાં જઇને જોને, મારી છત્રી ત્યાં તો રહી નથી ગઇને? અને હા, જરા જલદી આવજે મારે મોડું થાય છે.’ વેઇટર દોડતો ગયો અને દોડતો આવ્યો. તેણે હાફતાં હાફતાં કહ્યું, ‘હા, સાહેબ તમારી છત્રી ૨૦૦ નંબરની રૂમમાં જ પડી છે.’

  • ઈશ્વરને દોષપત્ની- તમે આજ સુધી જિંદગીમાં કર્યું જ શું છે? પતિ - મેં મારું જીવન જાતે બનાવ્યું છે. પત્ની-લો, અત્યાર સુધી હું ઈશ્વરને દોષ આપતી હતી.


  •  હું બલ્બ છુંડોક્ટર : (ગાંડાને) તમે છત પર કેમ લટકી રહ્યા છો? ગાંડો : હું બલ્બ છું. ડા¸કટર : તો પછી તમે ચાલુ કેમ નથી થઈ રહ્યા? ગાંડો : બેવકૂફ, આ ભારત છે, અહીંયા કેટલી વીજળી મળે છે, જાણતા નથી ?


  • ડરવાનું નહીંપત્ની: જ્યારે તમે સ્પીડમાં કાર ચલાવીને ટર્નિંગ પર વળાંક લો છો, ત્યારે મને અકસ્માતનો ડર લાગે છે. પતિ: અરે ગાંડી! એમાં ડરવાનું નહીં. ટર્નિંગ પર તારે પણ મારી જેમ ચૂપચાપ આંખો બંધ કરી દેવાની.

  • પેટ્રોલએક સૂમસામ રસ્તા પર કાર અચાનક અટકી ગઇ. યુવાને પોતાની પાસે બેઠેલી સુંદર યુવતી સામે તોફાની દ્રષ્ટિએ જોયું અને હસીને ઉમેર્યું ‘પેટ્રોલ પતી ગયું.’ યુવતીએ પાછળની સીટમાં મૂકેલ પોતાની બેગમાંથી એક બોટલ કાઢતાં કહ્યું,‘મને ખબર હતી, તું આમ જ કહીશ.’ યુવક: અરે, આ બોટલમાં શું છે? કોફી કે જ્યૂસ? યુવતી: પેટ્રોલ.

No comments: