એક હતો “ઓસામા”,
એક હતો “ઓસામા”,
પડયો મોટા “લોચામા”,
પાડયા ટાવર અમેરીકા મા,
પછી ભાગ્યો “ગુફા” મા,
બોમ પડયા ગુફા મા,
તોય બચી ગયો ઓસામા,
પાકિસ્તાન ક્યે આવતો રહે ને અહિ રે મોજ મા,
કોઇ નહી આવે અહિ તારી “ખોજ” મા,
ત્યા આવિયો “ઓબામા”,
અક્ક્લ હતિ એ “ડોબા” મા,
ગોતી લિધો ઓસામા,
ગોડી મારિ દિધી “માથા” મા,
અને નાખી દિધો “દરીયા” મા,
મરી ગયો ઓસામા,
રાજી થયો ઓબામા,
બધાયે જોયુ “ટી.વી” મા,
લાઈટ બીલ ચડીયુ “નફા” મા,
છોકરી ના ગાલ
છોકરી ના ગાલ પર ગુલાબ મારવા થી…….
અંગ્રેજી છોકરી:- ડાર્લિંગ યુ આર સો નોટી…
ઉર્દુ છોકરી:- નહિ કરો જાનું..
શીખ છોકરી:- તુસ્સી વડે રોમાન્ટિક હો…
ગુજરાતી છોરી :- શું ધંધા કરે છે? ડોબા જેવા આંખ માં વાગ્યું .
દરેક સફળ પુરૂષ
લોકો કહે છે કે દરેક સફળ પુરૂષ ની પાછળ સ્ત્રી હોય છે.
પણ તે નથી જાણતા કે સ્ત્રીઓ સફળ પુરૂષ જ પસંદ કરે છે.
સચ્ચાઈ
માણસની બે વાસ્તવિકતાઓ યાદ રાખો :
(1) કોઈ પણ માણસ પોતાના મતદાન કાર્ડના ફોટા જેટલો કાળો હોતો નથી .
(2)કોઈ પણ માણસ પોતાની ફેસબુક ના ફોટા જેટલો રૂપાળો હોતો નથી.
એક છોકરો એન્જીનીઅર થઈ ગયો…
ગઈકાલે બલદેવની ચા પીતો છોકરો
હવે કોફી પીતો થઈ ગયો…
ગઈકાલનો જીન્સ – ટી શર્ટ પહેરતો છોકરો
આજે ફોર્મલ્સ પહેરતો થઈ ગયો…
ગઈકાલનો છોકરી પાછળ ભાગતો છોકરો
આજે કસ્ટમર પાછળ દોડતો થઈ ગયો…
રોજ કોલેજની કેન્ટીનમાં જલસાથી ખાતો છોકરો
પથેટિક(Pathetic) ટીફીન ખાતો થઈ ગયો…
ગઈકાલનો હોન્ડા પર ફરતો છોકરો
આજે ટ્રેનમાં અપડાઉન કરતો થઈ ગયો….
અને તો પણ લોકો કે છે કે-
“વાહ તમારો દીકરો તો એન્જીનીઅર થઈ ગયો…!”
પ્રપોસ gone wrong
એક છોકરો તેની ગર્લ ફ્રેન્ડ ને તેના દિલ ની વાત કેહવા એના ઘરે ગયો …
તેને પ્રપોસ કરવા માટે કમળ લીધું ……
પણ …..
દરવાજો છોકરીની મમ્મી એ ખોલ્યો અને છોકરો ખાલી કહી શક્યો
“plz ભાજપ માટે વોટ કરો.”
છગન અને મગન
છગન અને મગન બન્ને કાનથી બહેરા હોય છે.
છગન : (મગનને થેલી લઈને જતા જોઈને … ) તું શાકભાજી લેવા જાય છે?
મગન: નાં! હું તો શાકભાજી લેવા જાઉં છુ.
છગન: ઓહો, મને એમ કે તું શાકભાજી લેવા જાય છે.
ગુજરાતી ભાષા!
ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ
ના ગુડમોર્નીગ(GOOD MORNING) નાં ગુડનાઇટ (GOOD NIGHT),બોલો જય શ્રીકૃષ્ણ
ના હાવ આર યુ(HOW ARE YOU)? કેમ છો ? જ કહોને
ના હવે બોલો ફાઈન(FINE) મજામાં છુ જ કહોને
ના ભાઈ ને કહો બાઈ(BYE) આવજો જ કહોને
ના જીવતી બા ને કહો ઈજીપ્તની, મમ્મી ,બા ને બાજ કહોને
નાં જીવતા પિતાને કહો ડેડ, પિતાજીને પિતાજી જ કહોને
ના માણસ ગાય જેટલો પવિત્ર છે તેને ન કહો ગાય(GYE),ગાય ને જ ગાય કહોને ,
અગેજો ગયાઅગ્રેજી છોડી, તમે ક્યાં જાવ છો ગુજરાતી છોડી
આપણી ભાષા ખુબ મીઠી, નાં કરો અગ્રેજી ને ભેળવીને કડવી
બોલો ગુજરાતી માં ,લખો ગુજરાતી માં ,
વિચારો ગુજરાતીમાં ,જુઓ સ્વપ્ના ગુજરાતીમાં
No comments:
Post a Comment